<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

જસદણના પૂ. જલારામબાપા મંદિરે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભાગવત કથાનું આયોજન

૨૦ વર્ષથી જલારામ સત્‍સંગ મંડળ દ્વારા ગુરૂપૂર્ણિમા પ્રસંગે કથાનું આયોજન કરવામાં આવે છે : કથા દરમિયાન બંને સમય પ્રસાદની અને બહારથી આવતા હરિભકતો માટે ઉતારાની પણ વ્‍યવસ્‍થા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૧ : જસદણના હરી સ્‍ટ્રીટ ખાતે આવેલ પૂ.હરિરામબાપા દ્વારા નિર્મિત પૂ. જલારામબાપા મંદિર ખાતે આગામી તા. ૧૫ થી ૨૧ સુધી જુનાગઢ વાળા ઈશ્વરચંદ્ર શાષાીના વ્‍યાસાસને ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

સદગુરૂ દેવ શ્રીહરિરામબાપાની કૃપાના ફળ સ્‍વરૂપે શ્રી જલારામ સત્‍સંગ મંડળ જસદણ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્‍સવના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતી ભાગવત કથાનો પ્રારંભ તા.૧૫ ના સવારે ૮.૩૦ કલાકે છત્રી બજાર ખાતે આવેલ શ્રીનાથજી હવેલીથી પોથીયાત્રાથી થશે.

તા.૧૭ ના સાંજે છ કલાકે ઋષિ પ્રાગટ્‍ય તા.૧૮ ના સવારે ૧૧ કલાકે વામનજી પ્રાગટ્‍ય બપોરે ૧૨ કલાકે શ્રી રામચંદ્રજી પ્રાગટ્‍ય સાંજે છ કલાકે શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ તા.૧૯ સાંજે ૬ કલાકે ગોવર્ધન પૂજા તારીખ ૨૦ ના સાંજે ૬ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ ના પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે કથાનો વિરામ તા.૨૧ ના રોજ ગુરૂપૂર્ણિમાના દિવસે બપોરે ૧૨ કલાકે થશે તા.૨૧ ના રોજ સવારથી પૂ.હરિરામબાપાનુ ગુરૂ પૂજન રાખવામાં આવ્‍યું છે

કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ રાખવામાં આવ્‍યો છે. કથા દરમિયાન બપોરે અને સાંજે તમામ હરિભક્‍તો અને સેવકો માટે પ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્‍યું છે. ઉપરાંત દેશ વિદેશમાં વસતા અને બહારગામ થી આવતા પૂજય હરિ બાપાના સેવકો માટે આયોજકો દ્વારા ઉતારાની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

આ ભાગવત કથાનો અને પૂ.હરિરામબાપાના ગુરૂ પૂજનનો લાભ લેવા શ્રી જલારામ સત્‍સંગ મંડળ જસદણ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે જસદણના છોટે જલારામ કહેવાતા પૂ.હરિરામબાપા દ્વારા મહારાષ્ટ્રના નાગપુર, જસદણ અને જલારામબાપાના ધર્મ પત્‍ની શ્રી વીરબાઈમાનું આટકોટ ખાતે પ્રાગટ્‍ય થયેલું ત્‍યાં વર્ષોથી અખંડ રામધૂન અને અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.

(11:51 AM IST)