News of Thursday, 11th July 2024
ચુંવાણીયા કોળી સમાજને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવા પ્રધાનમંત્રીને રજૂઆત

(હિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તાઃ ૧૧: ગુજરાત સહિત સોૈરાષ્ટ્રના અનેક જિલ્લાના ચુંવાળીયા કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત અનેક બેઠક પર ચુંવાળીયા કોળી સમાજના મત નિર્ણાયક છે ગુજરાતમાં અટલો બહોળો સમાજ હોવા છતા એક પણ ધારાસભ્ય ચુંવાળીયા કોળી સમાજનો ન હોય તો પણ આ સમાજ હર હંમેશ પાર્ટીને વફાદાર રહી પાર્ટીને જીતાડવા મહેનત કરતો હોય ત્યારે સમાજની પક્ષ પ્રત્યેની વફાદારીના વળતર રૂપે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધયક્ષ પદ ચુંવાળીયા કોળી સમાજને આપવાથી આ સમાજ ઉત્સાહ સાથે બમણી ઉર્જાથી પાર્ટી માટે કાર્ય કરશે જેનો સીધો ફાયદો ભાજપને ભવિષ્યમાં આવનાર ચૂંટણીમાં થશે તેવો વિશ્વાસ વ્યકત કરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચુંવાળીયા કોળી સમાજને પ્રભુત્વ આપવાની માંગણી અને લાગણી સાથે મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
