<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્‍યતિથિ નિમિત્તે મેગા સર્વરોગ નિદાન કેમ્‍પ

સીટી કાઉન્‍સીલ - ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશનના સંયુક્‍ત ઉપક્રમે તા.૨૯ જુલાઈના જયેશભાઈ રાદડિયાના અઘ્‍યક્ષ સ્‍થાને અનેકવિધ સેવા કાર્યક્રમોનું ઠેરઠેર આયોજન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૨: સૌરાષ્‍ટ્રના ખેડૂતો અને ગરીબ લોકોના ઉત્‍કર્ષ માટે આજીવન સેવાના ભેખધારી એવા ચીર સ્‍મરણીય લોકનેતા,  પૂર્વ સાંસદ ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્‍યતિથિ નિમિતે શહેરની અગ્રણી  ઔદ્યોગિક સંસ્‍થા ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશન તથા સીટી કાઉન્‍સીલ ઓફ જેતપુર દ્વારા  સિનર્જી હોસ્‍પીટલ,રાજકોટના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન આગામી તા.૨૯-૦૭-૨૦૨૪, સોમવારના રોજ સવારે ૯ કલાકે થી બપોરે  ૧ કલાક સુધી લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, ખાતે કરવામાં આવેલ છે.

  આ કેમ્‍પને દીપ પ્રાગટય કરી રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી, વર્તમાન ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાના શુભ હસ્‍તે શુભારંભ કરવામાં આવશે.

આ મેગા સર્વરોગ નિદાન કેમ્‍પમાં સિનર્જી હોસ્‍પીટલના નિષ્‍ણાત ડોકટરો જેવા ડો. કપિલભાઈ રાઠોડ - બીપી, ડાયાબીટીસ તથા ગંભીર રોગો માટે,  ડૉ. દિક્ષીત સવજીયાણી - હાડકા, સાંધાના દર્દો માટે,  ડૉ. અરનબ ચટોપાધ્‍યાય - પેટ તથા આંતરડા ને લગતા રોગો માટે પોતાની દાક્‍તરી સેવાઓ આપશે. તેમજ ડૉ. શ્રુતિ ચોવટીયા - ગાયનેકોલોજીસ્‍ટ, ડૉ. કેતન પરમાર -સ્ત્રી રોગ તથા ત્‍સ્‍જ્‍ નિષ્‍ણાત,  ડૉ. સુમીત ગાજીપરા - બાળ રોગ નિષ્‍ણાત તરીકે સંલગ્ન ક્ષત્રેમાં પોતાની તબીબી સેવાઓ આપશે. ડૉ. કેવીન અજુડીયા - જનરલ અને લેપ્રોસ્‍કોપીક સર્જન તરીકેના નિષ્‍ણાત ડોકટર તરીકે સેવા આપશે, ડો. જીસન વાઘેલા (રેડિયોલોજીસ્‍ટ) દ્વારા જરૂરીયાતવાળા દર્દીને એક્‍સ રે અને સોનોગ્રાફી કરી આપવામાં આવશે. તદ્દઉપરાંત, ડો. ભાવેશભાઈ સોલંકી - આંખના સર્જન દ્વારા આંખોના વિવિધ રોગના) નિદાન કરી આપશે. તેમજ ગોંડલની ખ્‍યાતનામ આંખની હોસ્‍પીટલ શ્રીમતિ શારદા જહાટકીયા હોસ્‍પીટલ દ્વારા વિના મુલ્‍યે આંખોના ઓપરેશન કરી આપવામાં આવશે તથા ખુશી ઓપ્‍ટીકલ દ્વારા આંખના નંબર તપાસીને જરૂરિયાતવાળા લોકોને વિના મુલ્‍યે ચશ્‍મા આપવામાં આવશે. મેગા સર્વ રોગ નિદાન કેમ્‍પમાં બીપી,ડાયાબીટીસ, SPO2, ECG, BMI જેવા રિપોર્ટ વિના મુલ્‍યે કરી આપવામાં આવશે તેમજ દરેક દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્‍ક આપવામાં આવશે.

ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશન પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, ઉપપ્રમુખ સંજયભાઇ વેકરીયા, પ્રોજેક્‍ટ ચેરમેન મહેશભાઇ ગજેરા,સેક્રેટરી ચેતનભાઈ જોગી આથી, સીટી કાઉન્‍સીલ ઓફ પ્રમુખ ચંદ્રેશભાઈ ધડુક, સેક્રેટરી વિનુભાઇ સિદ્ધપરા, પ્રો. ચેરમેન હેમતભાઈ દોલરીયા તેમજ દ્વારા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારની જાહેર જનતાને મેગા સર્વરોગ નિદાન કેમ્‍પનો લાભ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે.

આવા લોકસેવાના ઉમદા કાર્યો થકી ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્‍યતિથિ નિમિતે સ્‍વર્ગસ્‍થ જે સમગ્ર પંથકના જન-જનમાં હદયસ્‍થ છે એવા મહાન આત્‍માને શ્રધ્‍ધાંજલી આપવાનો સૌનો સહીયારો નમ્ર પ્રયાસ છે. અને જેતપુર પંથક માં સેવાકીય કાર્યો કરતી દરેક સંસ્‍થાને હર હંમેશા સદાય તત્‍પર એવા લોકલાડીલા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા પ્રાપ્ત થાય છે

(11:42 AM IST)