તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
મોરબીની સરકારી વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલમાં એડમિશન ફુલ
૧૯૭૮ની પ્રથમ સાયન્સ બેચના વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૨: મોરબીના મણિમંદિર નજીક આવેલ ધ વી. સી. ટેક્રિકલ હાઈસ્કૂલમાં આ વર્ષે પણ એડમિશન ફૂલ થઇ જતા ૧૯૭૮ની સાયન્સની પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી અનુભવીને સૌ સાથે મળી હાઈસ્કૂલના સુકાનીઓને અભિનંદન પાઠવવા માટે રૂબરૂ દોડી આવ્યા હતા. જેમાં શાળાના ૧૯૭૮ની આ બેચના ભૂતપૂર્વ શિક્ષક વાય.એમ.આડેસરા સાથે એ જ બેચના વિદ્યાર્થીઓમાં ડો.. જયંતિભાઈ ભાડેસીયા, ડો. અનિલભાઈ મહેતા, યોગેશભાઈ પટેલ, હરેશભાઇ સોરીયા, કરશનભાઇ કોટડીયા, ઈન્દુભાઈ રાણપરા, દિલીપભાઈ સોલંકર, પ્રવીણભાઈ વ્યાસ સૌ સાથે મળી અને પુસ્તક અને પુષ્પગુચ્છ વડે શાળાના હાલના ઇન્ચાર્જ આચાર્ય જે.પી.પડસુંબીયા તથા સુપરવાઈઝર બી.સી.એરડીયાને એમની સારી કામગીરી માટે અભિનંદન પાઠવી શાળાકાળના સંભારણા વાગોળ્યા હતા.
અને ચાર ચાર દાયકા પહેલાંના ભૂતકાળમાં ડોકીયું કરતાં એ તત્કાલીન દ્રશ્યો સ્મળતિપટલ પર સળવળવા લાગ્યા હતા, કેવો હતો એ વિદ્યાકાળ, નવા ધો ૧૦ નો અભ્યાસક્રમ પછી ધો. ૧૧ અને પછી કઠીન ધો.૧૨ નવા અભ્યાસક્રમના કારણે સમયસર પુસ્તકો ના મળે, સાયન્સના જે તે વિષયના પ્રોફેસરની અઠવાડીયું રાહ જોવી પડે, કયારેક બાયોલોજી માટે એસ. બી. માંડલિક આવે તો વળી ચાર પાંચ દિવસે બુચ મેથ્સ નો પીરીયડ લઈ જાય, પણ હા રસાયણ વિજ્ઞાન માટે વાય.એમ. આડેસર અને ફિઝિક્સ માટે ઓ. આર. પટેલ તો આવેજ અને પ્રેક્ટિકલ માટે લેબ તો કયાંથી હોય? ફિઝિક્સ, કેમેસ્ટરીના પ્રેકટીકલ માટે એલ. ઇ. કોલેજ જવુ પડે અને બાયોલોજી માટે સાયન્સ કોલેજ જવુ પડે.
છતાં પણ ભણવાનો એક અનેરો ઉત્સાહ, અને સખત પરિશ્રમથી તત્કાલીન ૧૫૦ જેટલા સાયન્સ બેચના વિધાર્થીઓ આજે અલગ અલગ જગ્યાએ પોતાની આગવી ઓળખ ઉભી કરવા સાથે સન્માનીય સ્થાન શોભાવી રહ્યા છે. અને પોતાની માતળસંસ્થા સમાન ધ.વી.સી.ટેક. હાઈસ્કૂલ ને નથી ભુલ્યા.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
