તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
ધાંગધ્રામાં ટ્રાન્સફોર્મર ની પેટીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મરના ફયુઝ ખુલ્લા છે અને બાવળની ઝાડીઓ પણ ઉગી નીકળી છે રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નથી ત્યારે સીટી પોલીસ સ્ટેશન પાસે ધડાકાભેર ટ્રાન્સફોર્મર ની પેટી માં આગ ફાટી નીકળતા પરંતુ પી.જી.વી.સી.એલ. દ્વારા ધાંગધ્રા શહેરમાં ટ્રાન્સફોર્મર ની બહાર બાવળની ઝાડીઓ સાફ કરવામાં આવી નથી જેમાં પીજીવીસીલ ની પ્રીમોસમ કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા આ અંગે કોઈ યોગ્ય રીતે બાવળની જાળીઓ ની સફાઈ કરવામાં નહીં આવે તો શહેરમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
