તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
ગોંડલ બ્રહમસેવા ટ્રસ્ટ તથા રામજીમંદિર દ્વારા અન્નપુર્ણા જોળી અર્પણ કરાઇ : સેવા કાર્યને બે વર્ષ પુર્ણ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૧ : બ્રહ્મ સેવા ટ્રસ્ટ અને રામજી મંદિર દ્વારા આયોજિત અન્નપૂર્ણા જોળી ગોંડલ માં વસતા એકસો એક આર્થિક નબળા બ્રહ્મ પરિવારો ને અર્પણ કરવામાં આવી હતી.
તારીખ ૭.૭.૨૦૨૪ ના રોજ પવિત્ર અષાઢી બીજ ના પાવન દિવસે આ સેવાકાર્ય ને બે વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લાં બે વર્ષ થી નિયમિત રીતે રામજી મંદિર ગોંડલ અને બીજા દાતાશ્રી ઓનાં સહયોગ થકી આ અન્નદાન નો લાભ બ્રહ્મ સમાજના આર્થિક નબળા બ્રહ્મ પરિવારોને મલી રહ્યો છે ગત દિવાળી પર પૂજ્ય રાષ્ટ્રીય સંતશ્રી નમ્રમુનિ મહારાજના આશીર્વાદ થી બસો ને એકાવન પરિવારોને અન્નપૂર્ણા જોળી આપવામાં આવી હતી જેમાં એકસો એકાવન બીજી જ્ઞાતિ અને સો બ્રહ્મ પરિવારો ને અન્નદાનનો લાભ મેળવ્યો હતો આ કાર્યક્રમ બ્રહ્મ સેવા ટ્રસ્ટના વિજયભાઇ ભટ્ટ, અજયભાઈ રાવલ.મહેશભાઈ પંડ્યા, કિશોરભાઈ દવે.રજનીભાઇ પંડ્યા (ગણેશ ટ્રાન્સપોર્ટ) જેમિનભાઈ ભટ્ટ, યશવંતભાઈ રાવલ. દીપેન્દ્રભાઈ ઠાકર, આશિભાઈ વ્યાસ. ગૌરાંગભાઈ મહેતા, ઘનશ્યામભાઈ પંડ્યા. પ્રવિણભાઇ પંડ્યા, રજનીભાઇ પંડ્યા (વિદ્યા મંદિર) અતુલભાઇ શુકલ વગેરે બહોળી સંખ્યામાં બ્રહ્મ આગેવાનો સહયોગી બન્યા હતા.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
