<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

વાંકાનેરમાં રસ્‍તા ઉપર મોટો ખાડો જીવલેણ અકસ્‍માત સર્જે તેવી ભિતી

પી.આઇ.એચ.વી ઘેલાએ આ મુદે વારંવાર રજુઆતો કરી છતા પરિણામ શુન્‍યઃ તંત્ર તાકીદે યોગ્‍ય કરે તેવી માંગ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૨: વાંકાનેર શહેર મધ્‍યે આવેલ સીટી તથા તાલુકા પોલીસ સ્‍ટેશન જવા માટેનો એક માત્ર મુખ્‍ય માર્ગ છે. અને તે રસ્‍તા પર આવેલ નાલુ છેલ્લા એકાદ માસથી વચ્‍ચેથી તુટી ગયેલ છે. નાલુ એટલી હદે તુટી ગયેલ હોવાથી માણસ સ્‍કુટર સહિત અંદર સમાય જાય તેટલો ખાડો પડી ગયેલ છે.

આ ઉપરાંત પશુઓ પણ અવાર-નવાર અંદર પડી જતા જોવા મળે છે. ઉપરોકત રસ્‍તા બાબતે સીટી મહીલા પી.આઇ. એચ.વી. ઘેલા દ્વારા અનેક વખત લેખીત તથા મોૈખીક રજુઆત વહીવટદાર યુ.વી. કાનાણી તથા ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયાને કરવામાં આવી હોવાનું ગઇકાલે સીટી પોલીસ સ્‍ટેશનમાં પત્રકારોની યોજાયેલ મીટીંગ દરમ્‍યાન આ મુદો ઉછળ્‍યો હતો.

આ બાબતે તંત્રને ટેલીફોનીક પુછપરછ કરતા તેમને એવો જવાબ આપ્‍યો કે ઉપરોકત કામના ટેન્‍ડર બહર પાડેલ છતા કોઇ ટેન્‍ડર ઉપાડતા નથી.

આ મુદે તંત્રએ કોઇ ટેન્‍ડર ન ઉપાડે તો રોજમદાર કડીયા રાખીને ગંભીર અકસ્‍માતની ઘટના ઘટે તે પહેલા ઉપરોકત નાલાની મરામત કરવી જોઇએ તેવુ પોલીસ પરિવાર, સ્‍થાનીક વ્‍યાપારીઓ, ત્‍યાંના રહીશો તથા પત્રકારોએ માંગ કરી છે.

હાલ ચોમાસાની ઋતુમાં ચાર છાટા વરસાદ પડે કે તુંરત લાઇટ ગુલ થઇ જતી હોય છે ને ઉપરોકત રસ્‍તા વચ્‍ચો વચ્‍ચ પડેલ ખાડો કોઇ પણ રાહદારીનો ભોગ લ્‍યે તે પહેલા તંત્રએ જાગૃત થઇ મરામત કરવી જોઇએ તેવુ પોલીસ અધીકારીઓ ઇચ્‍છી રહયા છે.

સીટી પોલીસ સ્‍ટેશનમાં યોજાયેલ મીટીંગમાં ભાટી એન., લિતેશભાઇ ચંદારાણા, મહંમદભાઇ રાઠોડ, મુકેશ પંડયા, શરાફુદીનભાઇ માથકીયા, આરીફ દિવાન સહિતની ઉપસ્‍થિીતીમાં ઉપરોકત નાલા મુદે ચર્ચા થઇ હતી.

(10:48 AM IST)