તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
એ ઉતાવળ રાખજો ચાર દિવસ પોરો ખાઈ મેધો વળી વરહવાનુ શરૂ કરશે
આગામી 16 જુલાઈ થી 21 જુલાઈ સચરાચર વરસાદ વરહસે ખાલી ખમ ડેમ રાતોરાત છલકાઈ જશે

જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૨ : જાણતા ખાનગી હવામાન નિષ્ણાતે અકિલા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં આજથી વરાપ નીકળતા ખેડૂતો ખેતી કાર્યમાં વ્યસ્ત થઈ ગયા છે ખાતરના ડોઝ નિદામણ કામ અને ખાલી બુરાણ કરતા હોય તો એમા ઉતાવળ રાખજો કારણ કે હાલ તો મેધરાજા સૌરાષ્ટ્ર પછી ઉતર અને દક્ષિણ ગુજરાતમાં મંડાણ કર્યા છે પરંતુ ફરી 16 જુલાઈ પછી લગાતાર પાંચ દિવસ મેધાવી માહોલ સર્જાય અને આ રાઉન્ડમાં નદી નાળા બે કાંઠે વહેવા લાગશે તથા ડેમો રાતોરાત ભરાઈ જાય એવો વરસાદ આવશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
