<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ઉમરગામ, કામરેજ અને સુરત શહેરમાં ૩.૫ ઇંચ બોરસદ અને વાપી ૩ ઇંચ વરસાદ

રાજ્‍યનાં જીલ્લાના ૧૧૭ તાલુકાઓમાં મેઘા મહેર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી,તા. ૧૨: જુલાઈ માસના બીજા અઠવાડીયામાં મેઘરાજા રાજયનાં અનેક વિસ્‍તારો માં મહેર વરસાવી રહ્યા છીએ, જેને પગલે જગતનો ભાવ વિભોર બન્‍યો છે.

મેઘરાજા એ છેલ્લાં ૨૪ કલાકમાં ૧૧૭ તાલુકાઓ પર મહેર વરસાવી છે જેમા ઉંમરગામ, કામરેજ અને સુરત સીટી ૩.૫ ઈંચ તો બોરસદ અને વાપી ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલ વરસાદના આંકડા ને જોઈએ તો...

ઉમરગામ ૮૩ મિમી, કામરેજ ૮૩ મિમી, સુરત સીટી ૮૦ મિમી, બોરસદ ૭૯ મિમી, વાપી ૭૪ મિમી, વલસાડ ૬૨ મિમી, જલાલપોર ૫૫ મિમી, પારડી ૫૨ મિમી, કપરાડા અને પોસીના ૪૭ મિમી, ખેરગામ ૪૨ મિમી, ડભોઇ ૪૧ મિમી, હાંસોટ અને નવસારી ૪૦...૪૦ મિમી, વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત વઘઇ ૩૧ મિમી, આંકલાવ ૨૯ મિમી, વાંસદા ૨૮ મિમી, ધરમપુર ૨૬ મિમી, અને ચોર્યાસી ૨૫ મિમી વરસાદ નોંધાયેલ છે, જયારે રાજય નાં અન્‍ય ૯૦ તાલુકા ઓ માં ૧ થી ૨૪ મિમી વરસાદ નોંધાયેલ છે.

આ લખાય રહ્યું છે ત્‍યારે એટલે કે ૯.૩૦ કલાકે મળતી માહિતી અનુસાર આજે સવારથી મેઘરાજા તાપી અને નવસારી જિલ્લામાં હેત વરસાવી રહ્યા છે.

(12:10 PM IST)