તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
સૈનિક શાળા બાલાચડી દ્વારા ૬૩મો શાળા સ્થાપના દિવસ ઉજવાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ સૈનિક સ્કૂલ બાલાચડી, એ ૦૮ જુલાઈ ૨૦૨૪ ના રોજ તેનો ૬૩મો શાળા સ્થાપના દિવસ ઉજવ્યો. મુખ્ય અતિથિ કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ શૌર્ય સ્તંભ - શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી.
કાર્યક્રમની શરૂઆત શાળાના ઓડિટોરિયમમાં ધોરણ ૮ અને ૯ ના કેડેટ્સ દ્વારા રજૂ કરાયેલ સમૂહ ગીત સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ રાગેશ પીઆર, એચઓડી, સામાજિક વિજ્ઞાન દ્વારા પરિચયાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું જ્યારે શાળાના કેડેટ કેપ્ટન, કેડેટ હર્ષિતે આ દિવસે તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી. કેડેટ શિવમ અને કેડેટ અથર્વે શાળાના ઈતિહાસ અને તેના વારસા પરના તેમના જ્ઞાનપૂર્ણ ટૂંકા વિડીયો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. કેડેટોએ શાળાની સ્થાપના અને તેના વિકાસના તબક્કાઓ પર અંગ્રેજી સ્કીટ પણ રજૂ કરી હતી. મુખ્ય અતિથિએ તેમના સંબોધનમાં દરેકને ૬૩માં શાળા સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉછેર દિવસની ઉજવણી પાછળનું કારણ સમજાવ્યું કે જે ‘એક હેતુ માટે' છે. તેણે આર્મીના અનસંગ હીરોની પ્રેરક વાર્તા પણ દરેક સાથે શેર કરી. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ કેડેટ્સ અને સ્ટાફે વિડીયો સંદેશા દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
બાદમાં ‘આંતર વર્ગ નોટિસ બોર્ડ સ્પર્ધા' યોજવામાં આવી હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે, શાળાના રણજીત સ્પોર્ટ્સ એરેના ખાતે વળક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સાંજે સ્ટાફ અને કેડેટ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મૈત્રીપૂર્ણ વોલીબોલ મેચ જોવા મળી હતી.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
