તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
નાનાકોટડા ગામના પરિવારને વ્યાજખોરની ચુંગાલમાંથી મુકત કરાવતા વિસાવદરના મહિલા પીએસઆઇ સલમા સુમરા
આરોપી પાસેથી ૧પ વર્ષ જૂનું સાટાખત રદ કરાવ્યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨: વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના ખેડૂત મનજીભાઈ પરસોતમભાઈ વઘાસીયાએ તેમના કુટુંબી કાકાને પૈસાની જરૂર હોય જેથી માંગરોળ તાલુકાના આરેણા ગામના દેવા ભોજા રામ નામના વ્યાજખોર પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને જેની સામે જમીનનું સાટાખત કરી આપ્યું હતું. આ ઇસમને વ્યાજ સહિત રૂપિયા ૮ લાખ ચૂકવી આપ્યા હતા આમ છતાં પણ વ્યાજખોરે જમીનનું સાટાખત રદ કરી આપ્યું ન હતું. જેથી પરિવારે એસપી હર્ષદ મહેતા સમક્ષ રજૂઆત કરી હતી. અને તેમની સૂચનાથી વિસાવદરના મહિલા પીએસઆઇ સલમા આઈ. સુમરાએ આરોપીને બોલાવી કાયદાની ભાષામાં કડક ચેતવણી આપી જમીનનું ૧૫ વર્ષ જૂનું સાટાખત રદ કરાવી આપ્યું હતું. આમ ખેતીની જમીન પરત મળતા પરિવારે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
