તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
જુનાગઢમાં મહોર્રમને લઇને સુચારૂ આયોજન અંગે એસ.પી. હર્ષદ મહેતાની આગેવાનો સાથે બેઠક
તાજીયા ઝુલૂસમાં પ-ડીવાયએસપી, ૧૪-પીઆઇ, પર-પીએસઆઇ, ૯પ૦- પોલીસ એસઆરપી કંપની સહિત ૧૧ર૩ પોલસકર્મીઓ તૈનાત કરાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧રઃ આગામી તા. ૧૭ ના રોજ મોહર્રમ તહેવારો ને લઇને એસપી હર્ષદ મહેતાએ આગેવાનો સાથે બેઠક યોજી હતી.
તાજીયા કમિટી, એકતા સમિતી તથા અન્ય તમામ તાજીયા આયોજકો કુલ-૯૦ થી ૧૦૦ જેટલા આગેવાનો/આયોજકો સાથે સમિતી મીટીંગનુ આયોજન કરવામા આવેલ જે મીટીંગમાં ચર્ચા કરવામા આવેલ.
જૂનાગઢ શહેરમાં નિકળનાર મુખ્ય તાજીયા કે જે તા.૧૪ના કラ૦૭/૩૦ વાગ્યે ઇલમ વિધી થનાર છે તથા તા.૧૬ના ラ૧૭/૦૦ વાગ્યે પડમાં આવવનાર છે અને ત્યારબાદ ઝુલુસ નિકળનાર છે જે તા.૧૮/૦૭/૨૦૨૪ના કラ૦૫/૩૦ વાગ્યે પૂર્ણ થનાર હોય જેમાં ગાંધીચોક જૂનાગઢ ખાતે વધુ ભીડ થતી હોય, યોગ્ય બેરીકેટીંગ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવનાર છે.
તાજીયાના કુલ મોટાラ૭૬ તાજીયા/ઝુલુસ નિકળનાર છે તે માટે તહેવારના ત્રણ દિવસ પહેલા ગિરનાર રોડ, જૈન મંદીર સામે ઝુલુસ આગળ વધે ત્યારે સાંજના સમયે ટ્રાફીકના લીધે કોઇ અડચણ ઉભી ન થાય તે સારૂ જરૂરી બેરીકેટીંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તા. ૧૬ના રોજ (સૈજ) લીમડા ચોક ખાતેથી નિકળનાર હોય, જેમાં મહીલાઓ તથા બાળકોની સંખ્યા વધુ હોય, જેથી વધુ મહીલા પોલીસ બંદોબસ્ત રાખવામા આવનાર છે. આવા આયોજનમાં જયાラજયા લોકોની ભીડ વધુ થતી હોય તેવા આયોજનના જવાબદાર આયોજક હોય છે. ઝુલુસ દરમ્યાન અન્ય વ્યકિતઓ/બિમાર લોકો તથા કોઇપણ આકસ્મિક કારણો સબબ લોકોને ખસેડવાની તથા બહાર નિકળવાની જરૂર પડે ત્યારે પોલીસ ફરજમાં કટ્ટીબધ્ધ રહેશે.
પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢ દ્વારા ઝુલુસમાં અડચણ ઉભી કરી શકે તથા તાજીયા/ઝુલુસનો ભાગ ન હોય, તેવા ઇસમોને ઓળખી શકે તે માટે સ્વયં સેવકો રાખી તેઓના નામની યાદી પોલીસ વિભાગને મળે તેમજ આવા ઝુલુસમાં કોઇ અન્ય વ્યકિત હથીયાર સામેલ ન કરે તથા ડીજે સીસ્ટમ તથા લાઉડ સ્પીકર પર કોઇ ધર્મની લાગણી દુભાય તેવા ગીત કે અન્ય વિવાદાસ્પદ ન વગાડવુ તેવુ સુચન કરવામા આવેલ
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
