<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

સુત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદઃ ગીર સોમનાથ જીલ્લામાં ઝાપટાઃ મેંદરડામાં અડધો ઇંચ

રાજકોટ તા. ૧ર :.. ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા, તાલાલા, પાટણ-વેરાવળ, કોડીનાર, ઉનામાં ઝાપટા વરસ્‍યા છે.

સુત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જીલ્લાના મેંદરડામાં અડધો ઇંચ વરસાદ પડયો, જુનાગઢ, ભેંસાણ, વિસાવદર, માળીયા હાટીનામાં ઝાપટા પડયા છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા અને ભાણવડમાં ઝાપટા પડયા છે.

(1:51 PM IST)