News of Friday, 12th July 2024
પેટ્રોલ પંપમાં બાથરૂમ કરવાની ના પાડતા બઘડાટી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં અનોપસિંહ રાજુભા જાડેજા, ઉ.વ.૩૬, રે. આરબલુશ ગામ, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૭-ર૦ર૪ના કાનાલુશ ગામે એલ.સી.૮ ગેઈટની બાજુમાં સર પી એન રોડ ઉપર આવેલ રીલાયન્સ જીઓ બી.પી. પેટ્રોલ પંપમાં ફરીયાદી અનોપસિંહ પોતાની નોકરીમાં હોય ત્યારે આરોપીઓ વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા, મયુરસિંહ ઘનુભા ચાવડા, લાલભા દરબાર એક એકટીવા ગાડી તેમજ હોન્ડા મોટરસાયકલ લઈને ત્યાં આવેલ હોય અને ફરીયાદી અનોપસિંહને કહેલ કે સવારે અમોને કેમ પેટ્રોલપંપના બાથરૂમમા બાથરૂમ કરવાની ના પાડી હતી તેમ કહી તેનો ખાર રાખી ગેરકાયદેસર રીતે ઓફીસમાં પ્રવેશ કરી આરોપી વિજયસિંહ, મયુરસિંહ, લાલભા દરબાર બાથરૂમમાં બાથરૂમ કરવાની ના પાડવા બાબતે આરોપી લાલભા એ પંપની ઓફીસમાં લાકડાના ધોકા વડે તોડ ફોડ કરેલ અને ફરીયાદી અનોપસિંહને ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી મયુરસિંહ એ પંપમા આવેલ બાથરૂમમા ગેડી તેમજ ટોઈલેટ શીટ તોડી નાખી નુકશાન કરી ગાળો કાઢી અને જતા જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
મોટરસાયકલ ચોરી થયાની રાવ
જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિશાલભાઈ ધરમશીભાઈ અટારા, ઉ.વ.૩૦, રે. ગોકુલનગર શેરી નં. ર/બી, રડાર રોડ, મોમાઈ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૭-ર૦ર૪ના ફરીયાદી વિશાલભાઈએ પોતાનું બ્લેક કલરનું હોન્ડા સાઈન મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-બી.એન.૬૮૭ર વાળુ જેન કિંમત રૂ.રપ,૦૦૦/- નું સમર્પણ સર્કલ, સમર્પણ હોસ્પિટલના ગેઈટપાસે પાર્ક કરેલ હોય કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
જાયવા ગામની સીમમા ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો
જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૭-ર૦ર૪ના જાયવા ગામની સીમમાં સાધુધુના ગામે જતા રસ્તા ઉપર આરોપી પ્રિયજીતસિંહ ભુપતસિંહ જાડેજા એ પોતાની વાડીમાં ગેરકાદેસર પાસપરમીટ વગર પોતના ભોગવટામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪, કિંમત રૂ.૧૬૦૦ તથા ચપાલ નંગ-ર, કિંમત રૂ.ર૦૦/- મળી કુલ રૂ.૧૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
જુગાર રમતા ચાર ઝડપાયા
જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ નાગજીભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૭-ર૦ર૪ના ગોરધનપર ગામના સ્મશાન થી આગળ વાડી તરફ જતા રસ્તે આરોપીઓ કાનજીભાઈ માધાભાઈ મકવાણા, ભારાભાઈ કરશનભાઈ જોગાણી, કનૈયાભાઈ ભગવાનજીભાઈ પરમાર, કૌશીકભાઈ રમેશભાઈ સદાદીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩,ર૮૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
પુત્રો-પુત્રવધુ તેમજ પતિએ મહિલાને માર માર્યાની રાવ
જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં ખીમીબેન વાલજીભાઈ કરશનભાઈ ચૌહાણ, ઉ.વ.૬૦, રે. કારાભુંગા, નિમાજકોલોન, દિગ્વીજયગ્રામ સિકકા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૭-ર૦ર૪ના ખીમીબેન તથા દિકરી પુષ્પા તથા તેમના પતિ વાલજીભાઈ તથા તેમનો દિકરો ધર્મેશ ઘરે હાજર હતા તે દરમ્યાન ફરીયાદી ખીમીબેનના આરોપી પતિ વાલજીભાઈ કરશનભાઈ ચૌહાણ એ ભુડા બોલી ઢીકાપાટુનો માર મારી ઘરેથી જતા રહેવાનું કહેલ તથા ફરીયાદી ખીમીબેનના આરોપી દિકરા ધર્મેશ વાલજીભાઈ ચૌહાણ એ ફરીયાદી ખીમીબેનને લાકડાનો ધોકો ખંભાના ભાગે મારી ચાલ્યા ગયેલ અને રાત્રે બંન્ને પાછા ઘરે આવેલ અને ફરીયાદી ખીમીબેનના આરોપી પતિ વાલજીભાઈએ બોલેલ તેમજ તા.૧૧-૭-ર૦ર૪ ના ફરીયાદી ખીમીબેનના આરોપી દિકરા જગદીશ વાલજીભાઈ ચૌહાણ અને તેની પત્ની રેખાબેન જગદીશભાઈ ચૌહાણ આવેલ અને બંન્ને ભુંડા બોલી આરોપી જગદીશ એ ફરીયાદી ખીમીબેનની દિકરી પુષ્પાને કોઈ વસ્તુ નો છુટો ઘા કરેલ જે પુષ્પાબેનને કપાળના ભાગે વાગતા મુઢ ઈજા કરી અને ઘરમાંથી લોખંડનો પાઈપ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા જઈ ગુનો કરેલ છે.
જુની અદાવતનો ખાર રાખી માર માર્યા
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ જીણાભાઈ પીપરીયા, ઉ.વ.૪પ, રે. રામનગર, ખોડમીલ નો ઢાળીયો, એસ.ઈ.વી.ટી.કોલેજ ની પાછળ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૭-ર૦ર૪ ના ફરીયાદી પરેશભાઈ ના દિકરા કૈલાશ કે જેની આંખો મોટી હોય જેથી આરોપી પ્રકાશભાઈ વિનોદભાઈ દંતેસરીયા, મનોજભાઈ વિનોદભાઈ દંતેસરીયા તથા એક અજાણ્યા ઈસમને એવું લાગેલ કે તે અમારી સામે ડોરા કાઢે છે જે બાબતે અગાઉ પણ બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી પ્રકાશભાઈએ પોતાના હાથમાં રહેલ છરીના હાથા ના મુઠવાળા ભાગેથી એક ઘા કપાળના ભગો મારી ઈજા કરી તેમજ આરોીપ મનોજભાઈ તથા અજાણ્યા ઈસમે ઢીકાપાટુનો માર મારી ભુંડી ગાળો બોલી નાશી જઈ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
