News of Saturday, 13th July 2024
સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી મહારાજને ૧ હજાર કિલો કેળાનો ભવ્ય અન્નકૂટ

રાજકોટ તા.૧૩ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કાલે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને 1000 કિલો કેળાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
