News of Saturday, 13th July 2024
પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી લૂંટનો આરોપી ફરાર: જીપમાંથી ઠેક મારી છ..ન..ન..
આરોપી સુખદેવ ઉર્ફે સુખો રામસંગ કોળીને પૂર્વ કચ્છ પોલીસ ગાંધીધામની ગળપાદર જેલમાંથી કોર્ટમાં તારીખ માટે રાપર લઈ જતી હતી ત્યારે નાસી છૂટતા શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ગત વર્ષે કચ્છના રાપરમાં પેટ્રોલ પંપ લૂંટમાં ઝડપાયેલ આરોપી પોલીસ જાપ્તા વચ્ચે જીપમાંથી નાસી છૂટતા ચકચાર મચી ગઇ છે.
આરોપી સુખદેવ ઉર્ફે સુખો રામસંગ કોળીને પૂર્વ કચ્છ પોલીસ ગાંધીધામની ગળપાદર જેલમાંથી કોર્ટમાં તારીખ માટે રાપર લઈ આવી રહી હતી. ત્યારે ચિત્રોડ ગામ પાસે રેલવે ફાટક નજીક પોલીસ જીપ ધીમી પડતાં આરોપી સુખદેવ ઉર્ફે સુખો પોલીસ જીપમાંથી ઠેક મારી જાપ્તામાંથી ફરાર થઈ છ..ન...ન.. થઈ ગયો હતો. આરોપી સામે અગાઉ પણ અન્ય ગુનાઓ નોંધાયેલા છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
