News of Saturday, 13th July 2024
સીઆઈડી ક્રાઈમની ચર્ચાસ્પદ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી આગોતરા જામીન માટે હાઇકોર્ટ પહોંચી
પોલીસ ફરાર લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઘેર અને સાસરિયે શોધતી રહી અને એ અમદાવાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે પહોંચી, વોન્ટેડ બુટલેગર સાથે ઝડપાયેલ લેડી કોન્સ્ટેબલની હાઈફાઈ લાઇફસ્ટાઇલ સતત સોશ્યલ મીડિયામાં છવાયેલી રહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : એક કોન્સ્ટેબલ તરીકે સરકારે નક્કી કરેલ સામાન્ય મહેનતાણું મેળવતી સીઆઈડી ક્રાઈમની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સોશ્યલ મીડિયામાં ચકાચૌંધ કરી દે તેવી તેની લાઇફસ્ટાઇલ ના ફોટા તેમ જ રીલ સાથે ચર્ચામાં છે. સીઆઈડી ક્રાઈમ જેવા પોલીસ ફોર્સમાં હોવા છતાંયે વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને દારૂ ના જથ્થા સાથે ઝડપાયેલ નીતા ચૌધરી ઉપર પોલીસ ટીમની હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો દાખલ છે. જેમાં ભચાઉ સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના પ્રયાસમાં જામીન નામંજૂર થતાં તે ફરાર થઈ ગઈ છે. પૂર્વ કચ્છ પોલીસ આ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને તેના આદિપુર ના પોલીસ ક્વાર્ટર ના મકાનમાં તેમ જ તેના પતિ, સાસરિયા, માવિત્રે બનાસકાંઠામાં શોધતી રહી હતી. તે દરમ્યાન આ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ અમદાવાદ હાઇકોર્ટ ના દ્વાર આગોતરા જામીન માટે ખટખટાવ્યા છે. આ લેડી કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવાથી માંડીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સુધી પોલીસ ફોર્સ સતત અવઢવમાં રહી હતી. જોકે, અંતે તેને સસ્પેન્ડ કરાઈ છે. પરંતુ, સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલ તેની હાઈફાઈ લાઇફસ્ટાઇલ અંગે સૌ મૌન છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
