<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ભાવનગરમાં જુના ઝઘડાની અદાવતમાં યુવાન પર છરીઃ પાઇપના ઘા ઝીંકી હત્‍યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૩: ભાવનગરના વડવા, પાદર દેવકીમાં આવેલ ચબૂતરા પાસે રહેતા યુસુફખાન અયુબખાન પઠાણના મોટા દીકરા બિસ્‍મિલ્લાખાન ઉ.વ.૧૯૦ને અગાઉ રહીમ ઓટો વાળા સાથે માથાકૂટ થઈ હતી તે બાબતની દાઝ રાખી ગઈકાલે બીસ્‍મિલ્લાખાન વાળંદ ની દુકાને વાળ કપાવવા માટે ગયા હતા તે દરમિયાન અલ્‍તાફ ડબલ મર્ડર, ભોલિયો અને અનકો નામના ઈસમોએ આવીને છરી, પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારતા તેમને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ જ્‍યાં સારવાર દરમિયાન સાંજે તેનું મોત નીપજતા બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો.

આ બનાવ અંગે મળતક યુવાનના પિતા યુસુફખાન અયુબખાન પઠાણે ત્રણેય શખ્‍સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 AM IST)