<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

જાહેર રોડ ઉપર સ્‍ટંટ કરી રીલ મૂકનાર કચ્‍છના બે બાઈકરને પોલીસે ઝડપ્‍યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩: પોતાના કે અન્‍યના જીવને જોખમમાં મૂકે તેવા સ્‍ટંટ કરી તેની રીલ બનાવી સોશ્‍યલ મીડિયામાં મૂકવાની વિકૃતિ મોટા શહેરોની નાના શહેરો અને ગ્રામ્‍ય સ્‍તરે પહોંચી છે. કચ્‍છમાં જાહેર માર્ગ ઉપર આવા જોખમી સ્‍ટંટ કરનાર બે બાઇક સવાર યુવાનો પ્રકાશ ભીખા કોળી અને ભાવેશ વાઘા લાલાણીને ભચાઉ પોલીસે ઝડપી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી છે. બને યુવાન ભચાઉ તા.ના માય તેમ જ ચોબારી ગામના રહેવાસી છે.

(10:11 AM IST)