<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

આટકોટ-સાણથલી પંથકમાં ધોધમાર વરસાદ

આટકોટ : ડોડીયાળા સાણથલી જીવાપર પીપળીયા સહિતના વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડતા બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી-નાળા-છલકાય ઉઠયા હતા ત્‍યારે ડોડીયાળાની ચારણી નદી તેમજ સાણથલીના નદીમાં પુર આવ્‍યા હતા. ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી જયારે આટકોટ વિસ્‍તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો અહીં ધોધમાર વરસાદની આશા વચ્‍ચે અડધો જ વરસાદ પડયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે સાણથલી વિસ્‍તારમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા ખેતરો બહાર પાણી નીકળી ગયા હતાં. (તસ્‍વીર - અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:51 AM IST)