<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

જામકંડોરણામાં હોમગાર્ડ જવાનનો વિદાય તેમજ સત્‍કાર સમારંભ

જામકંડોરણાઃ હોમગાર્ડ યુનિટના બે સભ્‍યો હોમગાર્ડ કમાન્‍ડીંગ રવજીભાઈ પાતર તેમજ હોમગાર્ડ જવાન ૨જાકભાઈ બ્‍લોચ વય મર્યાદાને કારણે દળમાંથી નિવળત થતાં તેમનો વિદાય સમારંભ તેમજ નવા વરાયેલા હોમગાર્ડ કમાન્‍ડીંગ રાજેશભાઈ બગડાનો સત્‍કાર સમારંભ ડો. આંબેડકર ભવન ખાતે યોજાયો હતો આ પ્રસંગે માજી કમાન્‍ડીંગ નરેન્‍દ્રભાઈ સંપટ, શૈલેષભાઈ વ્‍યાસ,ડી.સી. વ્‍યાસે હાજરી આપી હતી અને નિવળત થતાં બંને જવાનોને સન્‍માનપત્ર અને હારતોરા કરી સન્‍માનિત કયા હતા અને નવા નિમણુંક થયેલ રાજેશભાઈ બગડાને સત્‍કાર્યા હતા નરેન્‍દ્રભાઈ સંપટે પ્રાસંગીક પ્રવચનમાં રવજીભાઈ પાતર તથા રજાકભાઈ બ્‍લોચની બત્રીસ વર્ષની સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિટના સીનીયર નરેન્‍દ્ર ભટ્ટ અને સાગર અપારનાથીએ કર્યુ હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશભાઈ બગડા અને જવાનોએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર- અહેવાલઃ મનસુખ બાલધા, જામકંડોરણા)

(10:51 AM IST)