<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

મેડીકલ કોલેજમાં થયેલ ફી વધારાનો મોરબી એબીવીપી દ્વારા વિરોધ

મોરબીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા GMERS મેડિકલ કોલેજ માં ફી વધારાના પગલે  મેડીકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું અને આવેદન પાઠવ્‍યું હતું જેમાં જણાવ્‍યું છે કે અગાઉ ૨૦૨૩ માં મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવ્‍યો હતો જેનો ABVP દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો અને એ રજૂઆત સફળ રહી જેને લઈને ફી વધારો પાછો ખેંચવામાં આવ્‍યો હતો આ વર્ષે પણ ફી વધારાનો  ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્‍યો. જેમાં મોરબી ખાતે  ABVP રાજકોટ વિભાગ સંયોજક તથા મોરબી જિલ્લા સંયોજક સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.

(11:38 AM IST)