News of Saturday, 13th July 2024
મોરબીઃ મેડીકલ કોલેજમાં ફી વધારાનો NSUI દ્વારા વિરોધઃ નકલી ચલણી નોટો ઉડાડી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૩: મેડીકલ કોલેજમાં કરવામાં આવેલ ધરખમ ફી વધારાનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં આજે મોરબી ખાતે NSUI કાર્યકરોએ મેડીકલ કોલેજે પહોંચી વિરોધ નોંધાવ્યો થો અને ઉગ્ર નારેબાજી કરી હતી.
NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ઉપસ્થિતિમાં મોરબી મેડીકલ કોલેજ ખાતે NSUI કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં NSUI કાર્યકરો અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોએ ૫૦૦ ની ખોટી નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો તેમજ કોલેજ પ્રશાસનને મૌખિક રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી હતી.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
