<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

૨૫મીએ ખંભાળીયામાં ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં હરસિધ્‍ધવન ગાંધવી (હર્ષદ)નું લોકાર્પણ

કલેકટર જી.ટી. પંડયાની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૧૩ : આગામી ૭૫માં રાજ્‍ય કક્ષાના વન મહોત્‍સવની ઉજવણી અંતર્ગત ૨૩માં સાંસ્‍કળતિક વન ‘‘હરસિધ્‍ધિ વન'' ગાંધવી (હર્ષદ)ના લોકાર્પણ પ્રસંગે કલેકટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્‍યાની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

સંભવિત તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ યોજાનાર સૂચિત કાર્યક્રમમાં માનનીય મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેનાર હોય જેને અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી દ્વારા કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક   નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર  ભૂપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક   અરુણકુમાર સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:42 AM IST)