News of Saturday, 13th July 2024
જસદણ તાલુકા કર્મચારી સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપપ્રમુખની બિનહરીફ વરણી
પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ, ઉપપ્રમુખ તરીકે અખિલભાઇ યાદવ બિનહરીફ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૪: જસદણ તાલુકાના કર્મચારીઓની સહકારી મંડળીના કમિટી મેમ્બરોની કારોબારી સભા તાજેતરમાં મળી હતી જેમાં સતત ૧૧ મી વખત પ્રતાપભાઈ આર ધાધલ મંડળીના પ્રમુખ તરીકે તથા અખિલભાઇ આર યાદવ મંડળીના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ થયા હતા. આ મંડળીમાં ૯૦૦થી પણ વધારે સરકારી કર્મચારીઓ સભાસદ છે અને ૧૬ કરોડથી વધારે કાર્યકારી ધિરાણ સાથે જસદણ તથા વિછીયા તાલુકામાં ૬૬ વર્ષથી સતત કાર્યશીલ છે. આ મીટીંગ બાદ કમિટીના સભ્યો એન.ડી.સરિયા, જે.સી.મકાણી, એચ. એન. પટેલ, એસ.વી.સાકરીયા, વી.બી.માંડલિયા, બી.એમ.પીપળીયા, ડી.જી.આચાર્ય, જે.વી.પટેલ, એમ.જી.મસાણી, પી.ડી.મંડીર, પી.આર. જાંબુકિયા, સી.એન.ઉપાધ્યાય, તેમજ મંત્રી ડી.ટી.ખેરડીયા તથા સહમંત્રી એસ.જે.મહેતાએ પ્રમુખ તથા ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી. કર્મચારીઓના હિતમાં મંડળીની તટસ્થ કામગીરી કરતા પ્રતાપભાઈ તથા અખિલભાઇની નિમણૂકથી કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાણી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
