<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ગોંડલ ખોડીયારનગરમાં રેલ્‍વેનાં નાલા નીચે પાણી ભરાતા લોકો લપસીને પડયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨: શહેરનાં ખોડીયાર નગરમાં લોકોની મોટી આવન જાવન ધરાવતા રેલ્‍વેનાં નાલા નીચે પાણી ભરાતા રાહદારીઓ પરેશાન બન્‍યા હતા.નાલા નીચે મોટા ખાડા પડ્‍યા હોય તેમા પાણી ભરાતા  બાઈક ચાલકો સહિત અનેક લોકો લપટીને પટકાયા હતા.

હાડકાતોડ ખાડામાં વારંવાર ગબડી પડતા રાહદારીઓને લઈને લોકો રોષે ભરાયા હતા.

દરમિયાન નગરપાલિકા સદસ્‍યા અર્પણાબેન આચાર્ય એ પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા કારોબારી અધ્‍યક્ષ રાજેન્‍દ્રસિંહ જાડેજાનું તાકીદે ધ્‍યાન દોરતા બન્ને ખોડીયાર નગર દોડી જઇ નાલાનું સમારકામ શરુ કરાવ્‍યું હતું.

લોકોનાં કહેવા મુજબ બાજુમાં બુગદો હોય નાલાનું પાણી બુગદામાં જવા માટે નંખાયેલો પાઇપ અણધડ રીતે નંખાયો હોય બુગદાનું પાણી નાલામાં ઘુસે છે.અને સમસ્‍યા સર્જાય છે.ખોડીયાર નગરમાંથી એક માર્ગ  નેશનલ હાઇવે યાર્ડ પાસે થી ગામ તરફ જવાઈ છે.જ્‍યારે બીજો માર્ગ રેલ્‍વે નાલા નીચે થઈ ગુંદાળારોડ બસસ્‍ટેન્‍ડ તરફ જવાય છે.મોટાભાગનાં લતાવાસીઓ આ ટુંકા માર્ગ ને પસંદ કરેછે.ત્‍યારે ફુટ દોઢ ફુટનાં ખાડા લોકો માટે જોખમી બની રહ્યા છે.

(11:46 AM IST)