<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ભાવનગરના બોરતળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૩: ભાવનગરના બોરતળાવમાં આજે સવારના સમયે એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ કાફલો બોરતળાવ દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી બોરતળાવ પોલીસને સોંપ્‍યો હતો.બોરતળાવ પોલીસે યુવાનના મૃતદેહને હોસ્‍પિટલ ખસેડી તપાસ હાથ ધરતા મૃતક યુવાન શહેરના દેસાઈનગરમાં આવેલ હરિઓમનગરમાં રહેતા યોગેશભાઈ મગનભાઈ મુંજાણી હોવાનું ખુલ્‍યું હતું. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે.

(11:52 AM IST)