<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ભેસાણના વૃધ્‍ધની હત્‍યાના ગુનામાં મુખ્‍ય આરોપી લખનનાથ ૪ દિ'ના રિમાન્‍ડ પર

૨ મહિલા સહિત ૮ આરોપી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે

(વિનુ જોશી દ્વારા) ᅠજૂનાગઢ તા. ૧૩ : ભેંસાણનાં વૃદ્ધની હત્‍યામાં પોલીસે મુખ્‍ય આરોપીને ૪ દિવસનાં રિમાન્‍ડ પર મેળવી ૨ મહિલા સહિત ૮ શખ્‍સને જેલહવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભેસાણનાં સોવારીયા પ્‍લોટમાં મંગળવારની સાંજે પ્રેમ પ્રકરણ મુદે સામસામી મારામારી થઈ હતી. જેમાં વૃદ્ધ મૂળજીભાઈ ગાંડાભાઈ સોલંકીની હત્‍યા થઈ હતી.ᅠ

આ બનાવમાં તપાસનીશ પીએસઆઇ એમ. એન. કાતરીયાએ કરીયા ગામે ઝૂપડામાં છુપાયેલા આરોપી આરોપી રાહુલ લખનનાથ, લખનનાથ ઝવેરનાથ, સાગર રામજી, સંજય રામજી, રાહુલની માતા ગીતાબેન લખનનાથ, કાકી ગીતાબેન, વિજય સંજય, ચનાભાઈ ભીખાને ગુરૂવારે ઝડપી લીધા બાદ શુક્રવારે કોર્ટમાં રજુ કર્યા હતા.ᅠ

પરંતુ અદાલતે મુખ્‍ય આરોપી લખનનાથ ઝવેરનાથના ૪ દિવસનાં રિમાન્‍ડ મંજૂર કરી અન્‍ય આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ કરતા પીએસઆઇᅠકાતરીયાએ ૨ મહિલા સહિત ૮ને જૂનાગઢ જેલમાં મોકલી આપ્‍યા હતા

(1:22 PM IST)