<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

વલ્લભીપુર અઢી, ઉમરાળામાં ર ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા

સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવતઃ ડેમ, ચેકડેમ, નદી, નાળામાં નવા નીર

રાજકોટ, તા., ૧૩: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે સાર્વત્રિકના બદલે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરનાં વલ્લભીપુરમાં અઢી, ઉમરાળામાં ર ઇંચ, ભાવનગર, શિહોરમાં  અડધો ઇંચ વરસાદ પડયો છે. પાલીતાણા પાસેનો મેથાળા બંધારો ઓવરફલો થયો છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથના જીલ્લાના સુત્રાપાડામાં પોણા-ર ઇંચ, તાલાલામાં ૧ ઇંચ, ગીરગઢડામા, પાટણ-વેરાવળ, કોડીનાર, ઉનામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગર, ધ્રોલ, લાલપુર, જામજોધપુર વસઇ, દરેડ, સામાણા, પીપર ટોડામાં ઝાપટા પડયા છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી  મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮, મહતમ તાપમાન ૩૩.પ, ભેજનું પ્રમાણ ૮ર ટકા, પવનની ગતી ૧૩.૯ કી.મી. રહી હતી.

દેવભુમી દ્વારકા

દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા, ભાણવડમાં ઝાપટા વરસ્‍યા છે.

(1:30 PM IST)