તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 14th July 2024
કચ્છમાં પ્રતિબંધિત ઇ- સિગારેટના ૩ લાખના જથ્થા સાથે જૈનેશ મચ્છર અને જય જેઠીની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩: અધિક પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ. (ગુ.રા.) અમદાવાદનાઓ દ્વારા ઇ-સિગારેટના ઉતપાદન, સેવન, સંગ્રહ, વેચાણ, હેરફેરની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપાવામાં આવેલ હોય જે અન્વયે ચિરાગ કોરડીયા પોલીસ મહાનીરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા સાગર બાગમાર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, પશ્વિમ કચ્છ-ભુજનાઓએ પ્રતિબંધિત ઇ-સિગારેટની ગેરકાયદેસર પ્રવૃતિ સંબંધે ગંભીરતા દાખવી આ પ્રકારની પ્રવૃતિ સાથે સંડોવાયેલા ઇમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી પ્રતિબીંધત ઇ-સીગારેટની બદી નાબુદ કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી. ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા. દરમ્યાન એસ.ઓ.જી.ના પો.હે.કોન્સ. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા તથા રઘુવીરસિંહ ઉદુભા જાડેજાનાઓને સંયુકત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેરમાં છઠ્ઠીબારી રીંગરોડ ખાતે આવેલ ડ્રેગન નામની દુકાન તથા હોસ્પિટલ રોડ, ભુજ ખાતે આવેલ ગેનગેસ્ટર નામની દુકાનમાંથી પ્રતિબંધિત ઇ-સિગારેટના અલગ-અલગ કંપની તથા ફલેવરના કુલ પેકેટ નંગ ૨૪૧, કિ.રૂ.૩,૦૦,૬૦૦/- નો મુદામાલ ઝડપી પાડી સદર દુકાનોના માલિક જૈનેશ બલદેવભાઇ મચ્છર (ઉ.વ.૩૦) રહે. ડાંડા બજાર ખત્રી ચોક, હિંગલાજ માતાજીના મંદિર સામે , ભુજ-કચ્છ તથા તેની પાસે નોકરી કરતાં જય બિપીનભાઇ જેઠી,(ઉ.વ.૨૫) રહે.છઠબારી રિંગરોડ, મિનારા મસ્જીદ, શરાફ બજાર, ભુજ વાળાઓને ઝડપી પાડી મજકુર બંને ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહીબીશન ઓફ ઇલેકટ્રોનિક સિગારેટસ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે જૈનેશ બલદેવભાઇ મચ્છ, (ઉ.૩૦) રહે. ડાંડા બજાર ખાત્રી ચોક, હિંગલાજ માતાજીના મંદિર સામે, ભુજ-કચ્છ અને જય બિપીનભાઇ જેઠી ઉ.રપ, રહે. છઠ્ઠીબારી રીંગ રોડ, મિનારા મસ્જીદ, શરાફ બજાર, ભુજની પ્રતિબંધિત ઇ-સિગારેટ ના પેકેટ નંગ ર૪૧, કિ. રૂા. ૩,૦૦,૬૦૦ તથા એન્ડ્રોઇ મો. નંગ-ર, કિ. રૂા. ૭પ,૦૦૦ કુલ કિ. રૂા. ૩,૭પ,૬૦૦ સાથે ધરપકડ કરેલ છે.
આ કામગીરી એસ. ઓ. જી. પોલીસ ઇ. વી. વી ભોલા પો. સ. ઇ. પી. પી. ગોહીલ, એએસઆઇ નરેન્દ્રસિંહ જાડેજા, માણેકભાઇ ગઢવી, દિનેશભાઇ ગઢવી, પો. હે. કો. રઘુવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવી, રજાકભાઇ સોતા, મહિપતસિંહ સોલંકીનાઓએ કરેલ છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
