News of Sunday, 14th July 2024
ધ્રોલ તાલુકા ઈટાળા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમમા સ્થાનીક ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાનુ નામ ગાયબ કે શુ ? : સોશ્યલ મીડીયાની પોસ્ટથી ભારે ચર્ચા ?

ધ્રોલ:: તાલુકાના ઈટાળા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ આવતી કાલે રવિવારે ગોઠવી નાખ્યો છે. જેમા ભાજપના સોશ્યલ મીડિયા ગૃપમા રાઘવજી પટેલથી માંડીને ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા તથા રસીક ભંડેરી સહિત જીલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર, સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહેશે. આ ભાજપ ગ્રુપમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના નામનો ઉલ્લેખ કે નોતરું પણ આપવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. જૂથવાદ ફરીથી એક વખત કામે આવતા ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાસ્પદ મુદ્દો બન્યો કે શું ?
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
