<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

જેતપુરના થાણાગાલોળમાં રણજીતભાઇ મકવાણાની છરી ઝીંકી હત્‍યા

એક વર્ષ પુર્વના માંડવાના હિસાબ બાબતે કૌટુંબીક ભાઇ અશોક મકવાણાએ ઢીમ ઢાળી દીધું: આરોપીને પોલીસે તુર્ત જ દબોચી લીધો

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનનાર રણજીતભાઇનો મૃતદેહ તથા ફાઇલ તસ્‍વીર. ઘટના સ્‍થળે છરી અને પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર)

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧૩: : તાલુકાના થાણાગાલોળ ગામે એક વર્ષ પહેલા માંડવાના  હિસાબ બાબતે  રણજીતભાઇ મકવાણાને કુટુંબીક ભાઈ અશોકે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને દબોચી લીધો

       બનાવની વિગત એવી છે કે તાલુકાના થાણાગાલોળ ગામે રહેતા  કોળી પરિવાર દ્વારા વેલનાથ મંદિરે એક વર્ષ પહેલાં માંડવાનું આયોજન કરવામાં આવેલ આ માંડવાના ખર્ચ નો હિસાબ રાખવા કમિટી બનાવવામાં આવેલ જેમાં રણજીતભાઈ મગનભાઈ મકવાણા એ રૂપિયાનો હિસાબ રાખેલ હોય તેમનો કુટુંબિક ભાઈ અશોક વજુ મકવાણા તેમની પાસે હિસખબ માગતો હોય ગતરોજ રાત્રિના સાડાનવ વાગ્‍યાના અરસામાં રણજીતભાઈ ઘરેથી બહાર ગયેલ દરમિયાન અશોક  રણજીતભાઈ સાથે ગામમાં આવેલ મેલડીમાના મંદિર તરફ જવાના રસ્‍તે હિસાબ બાબતે બોલાચાલી કરતો હોય અને ઉશ્‍કેરાઈ જઈ રણજીતભાઈ ને છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટે આજ ગામમાં રહેતા વિજયભાઈ કીડીયા એ રણજીતભાઈ ના ભાઈ મિલનભાઈ ને જણાવેલ કે તમારા ભાઈ સાથે અશોક ઝઘડો કરે છે જેથી મિલનભાઈ તે જગ્‍યાએ પહોંચી જોતા મિલનભાઈ રસ્‍તા પર લોહી લુહાણ હાલતમાં પડેલ હોય અને અશોક નાસી છૂટેલ હોય રણજીતભાઈ ને સારવાર માટે તાત્‍કાલિક જેતપુર ખાનગી હોસ્‍પિટલ ખાતે લઈ ગયેલ જ્‍યાંથી તેમને સરકારી હોસ્‍પિટલ ખાતે જવા જણાવતા રણજીતભાઈ ને સરકારી હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવેલ જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કરતા તેમના મળતદેહને પીએમ માટેની કાર્યવાહી કરેલ આ ઘટના અંગેની જાણ તાલુકા પોલીસને

(10:07 AM IST)