News of Monday, 15th July 2024
ઉના તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસતા નથીઃ ચેમ્બર દ્વારા આરતી-રામ ધુન

(નવીન જોષી દ્વારા) ઉનાઃ તા. ૧૫: શહેર તાલુકામાં મેધરાજા મન મુકીને વરસતા ન હોય ખેડૂતો-લોકો ચિંતામાં મુકાયા છે. મેઘરાજાને મનાવવા સમયસર વરસાદ વરસાવવાની પ્રાર્થના સાથે ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ રામધૂન બોલાવી હતી શહેરના મંદિરોમાં ધ્વજા ચઢાવીને આરતી કરવામાં આવી હતી.
ઉના શહેર અને તાલુકામાં મેધરાજા મન મૂકીને વરસતા નથી નદીઓ અને ડેમમાં પાણી ની આવક વધી નથી તેથી ઊના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની આગેવાની હેઠળ ઊના ના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ,અને તમામ સમાજ ના વેપારીઓએ કામ ધંધા બંધ રાખી ઊના પોસ્ટ ઓફિસ ચોકમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ સંગીત ના તાલે રામધૂન બોલાવી એક પદ યાત્રા શરૂ કરી હતી
પ્રથમ રામજી મંદિર હટકેશ્વર મહાદેવ સિધેશ્વર મહાદેવ સ્વામિ નારાયણ મંદિર ગુરૂનાનક મંદિર, હજરતશાહ બાબા ની દરગાહ સુર્યમુખી હનુમાન મંદિર, શનેશ્વર મંદિર હલદરી લાલ ના મંદિર અને તળાવ કાઠે આવેલ મોટા હનુમાન મંદિર પહોંચી ધજા ચડાવી અને રામધૂન બોલાવી, હનુમાન ચાલીસાના સમૂહ મા પાઠ કરી મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ આરતી કરી હાજર રહેલ તમામ ભકતજનો ને પ્રસાદ અર્પણ કરવામાં આવેલ હતો
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
