<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવત

સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલઃ સાર્વત્રિક વરસાદની જરૂર

રાજકોટ તા.૧૫: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ વચ્‍ચે હળવા-ભારે ઝાપટારૂપે વરસાદ વરસી જાય છે. જો કે હવે સાર્વત્રિક વરસાદની જરૂર છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ જિલ્લામાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્‍ય પંથકમાં માત્ર વરસાદી ઝાપટા જ વરસી રહ્યા છે. જોકે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં વરસાદીસ માહોલ ઉભો થયો છે. પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.

ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહી ની વચ્‍ચે માત્ર ભાવનગર ઘોઘા પાલીતાણા અને તળાજા પંથકમાં વરસાદી ઝાપટા જ વરસ્‍યા છે. આજે સવારે ૬ વાગ્‍યે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમ્‍યાન ભાવનગર શહેરમાં ૭ મી.મી., ઘોઘા ૧ મી.મી., પાલીતાણા ૫ મી.મી. અને તળાજામાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે સોમવારે સવારથી જ ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્‍ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૮, મહતમ તાપમાન ૩૫, ભેજનું પ્રમાણ ૮૮%, પવનની ગતિ ૧૧.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(11:03 AM IST)