News of Monday, 15th July 2024
ગીર સોમનાથ જીલ્લામાં ડીમોલેશન માટે પોલીસ બંદોબસ્ત નહી ફાળવાઇ
કોડીનારમાં શનીવારે થયેલ માથાકૂટ બાદ નિર્ણય : પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ બંદોબસ્તનો હુકમ રદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસ થી ડીમોલેશન દબાણ હટાવવાની કામગીરી ચાલી રહેલ છે જે પોલીસ બંદોબસ્ત આ કામગીરી માટે મળેલ છે તે તાત્કાલીક હુકમ રદ કરતા ભારે ખળભળાટ વ્યાપેલ છે.ગીર સોમનાથ જીલ્લા ના પી.આઈ એલ.આઈ.બી આર.એન.જાડેજા તા. ૧૩/૭/૨૪ ના રોજ પરીપત્ર બહાર પાડી તેમાં જણાવેલ છેકે ગીર સોમનાથ જીલ્લામાં તમામ ડીમોલેશન દબાણો હટાવવા માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ છે તે પોલીસ બંદોબસ્ત પોલીસ અધિકક્ષની આજ્ઞા અનુસાર તા. ૧૩/૭/૨૪ થી આ હુકમ રદ કરવામાં આવે છે જયાં સુધી બીજો કોઈ હુકમ ન થાય ત્યાં સુધી કોઈપણ થાણા અધિકારીઓએ ડીમોલેશન દબાણ હટાવવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવણી કરવાની રહેશે નહી જેની તમામ નોધ લેવા આ પરીપત્ર માં જણાવેલ હતું.
કોડીનારમાં તા.૧૩ ના રોજ ભાજપ કાર્યાલય સ્વેચ્છાએ દુબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી તેમાં કોઈપણ જાતના વિવાદ ન થાય ત માટે અમુક લોકો સ્થળ ઉપર ન આવે તે માટે અટક કરવા પણ જણાવેલ હતું તેમજ આ કામગીરી માં પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ બંદોબસ્ત ફાળવેલ હતો તેમાં પણ ઉપલી કચેરીએ જાણ કેમ કરવામાં આવી નથી તેને પણ ખૂલાસો પુછાયેલ છે.
ગીર સોમનાથ જીલ્લા માં છલ્લા કેટલાય સમય થી દબાણ હટાવ નું વિવાદ ચાલી રહ્યો છે અને કોડીનાર માં આ વિવાદ ખુબજ વિવાદસ્પદ બની ગયેલ છે.
ગીર સોમનાથ જીલ્લામાં ગૌચર શ્રીસરકાર તેમજ દબાણો થયેલી જગ્યાઓમાં જોલ્લા કલેકટર દિગ્જિયસિહ જાડેજા દ્વારા છેલ્લા કેટલાય સમય દબાણ ઝુંબેશ ચાલુ થયેલ છે.માધાતા ગ્રુપ કોળી સમાજ દ્વારા તેની સામે આવેદન પત્ર આપવામાં આવશે મુખ્યમંત્રીની સુચના મુજબ જીલ્લા કલેકટર કામગીરી કરી રહેલ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ લોકોના પ્રશ્નો સમજવા જે રોડ રસ્તા બંધ કરેલ હોય નવાગામ તળ મજુર કરાવવામાં જમીનો દબાણ કરેલ હોયતે ખુલ્લી કરવી અને સુ-ીમ કોર્ટ ના આદેશ મુજબ જાહેર માં સ્થળ માં બધાયેલ ધાર્મિક સ્થળો દુર કરતા હોવાનું જાણવા મળેલ છે કરોડો રૂપીયાની ગૌચર, શ્રીસરકાર તેમજ અન્ય દબાણો દુર કરેલ છે.
ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા અચાનક પોલીસ બંદોબસ્ત હુકમ રદ કરવા પત્ર જાહેર થતા ભારે ખળભળાટ મચેલ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
