<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

બિમારીઓથી ત્રાસી ઉપલેટાના પલ્લવીબેન કપુપરાનો આપઘાત

ઝેર પી લીધું: સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૫: ઉપલેટાના મહાવીર પાર્કમાં રહેતાં પલ્લવીબેન કેતનભાઇ કપુપરા (ઉ.વ.૫૦) નામના મહિલાએ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લેતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. અહિ ગત સાંજે મૃત્‍યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ પલ્લવીબેનને બારેક વર્ષથી માનસિક બિમારી જેવુ હોઇ તેની દવા ચાલુ હતી. ત્‍યાં હવે સંધીવાની બિમારી પણ લાગુ પડી હતી. સતત બિમારી અને દવા સારવારથી કંટાળી જઇ તેમણે ઝેરી દવા પી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. તેમના પતિ કેતનભાઇ કપુપરા ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે ઉપલેટા પોલીસને જાણ કરી હતી.

(11:51 AM IST)