<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

જસદણના મદાવા ગામે પિતાએ ખેતી કામ કરવાનું કહેતાં તેજલનો આપઘાત

યુવતિએ ઝેર પી લીધુ હતું: આઠ દિવસની સારવાર બાદ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૭: જસદણના મદાવા ગામે રહેતી તેજલ જેન્‍તીભાઇ જતાપરા (ઉ.વ.૧૮) નામની યુવીતએ ગત તા. ૯ના સવારે વાડીેએ ઝેર પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. આજે સવારે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર તેજલ ચાર બહેન અને એક ભાઇમાં નાની હતી. તેણીને પિતાએ ખેતીનું કામ કરવાનું કહેતાં તેને ન ગમતાં ગુસ્‍સે થઇ ઝેરી દવા પી લીધી હતી. આઠ દિવસની સારવાર બાદ આજે મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે  જસદણ પોલીસને જાણ કરી હતી.

(11:53 AM IST)