<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

બગસરા વડીયા પોલીસ સ્‍ટેશનના દારૂના મુદ્દામાલનો નાશ

બગસરાઃ અમરેલી વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ સા. તથા બગસરા સબ ડીવી.મેજિ.સા. કે.વી.નંદા તથા અમરેલી નશાબંધી ઇન્‍સપેક્‍ટર. એમ.બી.સોલંકી તથા બગસરા ઇન્‍સપેક્‍ટર  એમ.ડી. સાળુંકે તથા વડીયા પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ. કે.એલ.ગળચર તથા પંચોની હાજરીમાં વડીયા પોલીસ સ્‍ટેશનના અરજણસુખ ગામની સીમમાં વડીયા પોલીસ સ્‍ટેશનના જુદાજુદા પ્રોહીના ૧૦ ગુન્‍હામાં કબજે કરવામાં આવેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ -૧,૮૯૩ જેની કિંમત રૂપિયા ૪,૪૯,૨૩૧ તથા બગસરા પોલીસ સ્‍ટેશનના જુદાજુદા પ્રોહીના ૨૧ ગુન્‍હામાં કબજે કરવામાં આવેલ બોટલ નંગ - ૧૦૭ જેની કિંમત રૂપિયા ૩૯,૦૦૦ મળી બંને પોલીસ સ્‍ટેશનના કુલ પોહીના ૩૧ ગુન્‍હાની બોટલ નંગ -૨,૦૦૦ જેની કિંમત રૂપિયા ૪,૮૮,૨૩૧/- મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે.(તસ્‍વીરઃ સમીર વિરાણી બગસરા)

(12:00 PM IST)