<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ધ્રાંગધ્રામાં સ્‍કીમ જાહેર કરી સોની પરિવાર ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૧૫: ધ્રાંગધ્રાની મુખ્‍ય બજારમાં હસુભાઈ જવેલર્સ નામે સોનીની દુકાન જેમાં હસુભાઈ સોની, તેમનો પુત્ર બિપીનભાઈ સોની અને પૌત્ર સેતુભાઈ સોની બેસતા હતા. તેઓએ છએક માસ પહેલા લોભામણી ડ્રો સિસ્‍ટમવાળી સ્‍કીમ બહાર પાડી હતી. જેમાં અનેક લોકોએ ટિકિટ લીધી હતી. અને દર માસે તેમાં ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારો રૂપિયા ભરતા હતા. ત્‍યારે રાતોરાત આ સોની વેપારી દુકાન અને ઘર બંધ કરીને ચાલ્‍યા ગયા છે. જયારે ધ્રાંગધ્રાની નાની બજારમાં આવેલ આ સોનીની દુકાન પીપલ્‍સ બેંકમાં તારણમાં મુકવામાં આવી હતી. જેના લીધે બેંકે પણ બહાર બોર્ડ મારી દીધું છે. ત્‍યારે અનેક પરિવારોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી આ સોની પરિવાર ફરાર થઈ ગયો છે. જેમાં ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં રહેતા વિજય રામજીભાઈ પરમાર અને ગુણવંતભાઈ પરમારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અરજી કરી સોની વેપારી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરી છે. સમગ્ર કરતૂત ટોક ઓફ ધી ટાઉન બની ગયુ છે.

(12:00 PM IST)