<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

વિરપુરમાં સ્કોર્પીયો સહિત ૧૯.૬પ લાખની મતાની ચોરી મિત્રઍ જ કરી’તીઃ! રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ખોલ્યો

રૂરલ ક્રાઇમ બ્રાંચે ચોરી કરનાર મનુ ઉર્ફે મુનો લાલુને ૧૯.૭૦ લાખની મતા સાથે ઝડપી લીધોઃ જમીન વેચાણના રૂપિયા આવ્યા હોય દાઢ ડળકી’તી

રાજકોટ તા. ૧૩ : .. વિરપુરમાં સ્કોર્પીયા કાર સહિત ૧૯.૬પ લાખની ઘરફોડ ચોરીનો રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાખી ચોરી કરનાર મિત્રને દબોચી લીધો હતો. જમીન વેચાણના રૂપિયા આવ્યા હોય મિત્રની દાઢ દબકતા મિત્રના ઘરમાંથી હાથફેરો કર્યો હતો.
મળતી વિગતો મુજબ વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સુરેશભાઇ સંજયભાઇ સોલંકી રહે. હાલ વિરપુર ગંગાનગર વિસ્તાર મુળ રહે. રાધાનગર વિસ્તાર રાજકોટ વાળા ફરીયાદ જાહેર કરેલ કે ગત તા. ૧ર-૭ ના રોજ ફરીયાદી વિરપુરથી બહાર ગામ થયેલ હોય તે સમય દરમ્યાન તેમના રહેણાંક મકાનમાં કોઇ ચોરી ઇસમે ફરીના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી મકાનમાં રહેલ રોકડ રૂપિયા ૩,૮૦,૦૦૦ તથા સોનાના દાગીના જેમાં સોનાની વીટીઅો નંગ ૧૦ કિ. ર,પ૦,૦૦ તથા સોનાનો ચેઇન નં. ૧ કિ. રૂ. ૧,૭પ,૦૦૦ તથા સોનાનું બ્રેસલેટ નંગ ૧ કિ. રૂ. ૧,પ૦,૦૦૦ તથા મકાનમાંથી ટી. વી., ડીવીઆર, સીસીટીવી કેમેરા તેમજ રહેણાંક મકાને ફળીયામાં રહેલ સ્કોર્પીયો ગાડી રજી. નં. જીજે-૩ ઍન. કે. ૪પ૦૧ કિ. રૂ. ૧૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ. રૂ. ૧૯,૬પ, ૦૦૦ ની ચોરી થયેલ  હોવાની ફરીયાદ કરી હતી.
સદરહુ અનડીકેટ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડ, દ્વારા સુચના અપાતા ઍલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના પો. ઇ. વી. વી. અોડેદરા તથા પો. સબ ઇ. ડી. જી. બડવા તથા પો. સબ. ઇ. ઍચ. સી. ગોહીલ માર્ગદર્શન હેઠળ ઍલ. સી. બી. પો. સ્ટાફની તેમજ વિરપુર પો. સ્ટે. ના પો. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ  હોય તે દરમ્યાન ઍલસીબી રાજકોટ ગ્રામ્યનાં પો. સબ. ઇ. ડી. જી. બડવા, તથા પો. હેડ કો. દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર નાઅોને સંયુકત બાતમી હકિકત આધારે રબારીકા ગામથી કેરાળી ગામ તરફ જવાના રસ્તે આરોપી મનુ ઉર્ફે મુનો ચાંપરાજભાઇ લાલુ રહે. જેતપુર અંકરુ સ્કુલ પાસે જી. રાજકોટ વાળાને સરદહુ ગુન્હામાં ચોરી કરેલ મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
મનુ ઉર્ફે મુનો ચાંપરાજભાઇ લાલુ રહે. જેતપુર અંકુર સ્કુલ પાસેના કબ્જામાંથી રોકડ રૂપિયા ૩,૮૦,૦૦૦, સોનાના અલગ અલગ દાગીના આશરે ૧ર તોલા, ટીવી ડીવીઆર, તથા સીસીટીવી કેમેરા કિ. રૂ. ૧૦,૦૦૦, સ્કોપીયો ગાડી નંગ ૧ કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા મો. નંગ ૧ કિ. રૂ. પ૦૦૦, મળી કુલ મુદામાલ કિ. રૂ. ૧૯,૭૦,૦૦૦ કબ્જે કરેલ હતો.
પોલીસના જણાવ્યા મુજબ ફરીયાદી અને આરોપી મિત્ર છે. ફરીયાદીઍ થોડા સમય પહેલા જમીન વેચતા ઘરમાં રૂપિયા અને દાગીના હોવાનું જાણી આરોપીઍ ચોરી કર્યાની કબુલાત આપી છે.
આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય ઍલ. સી. બી.ના ઍ.ઍસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનીલભાઇ બડકોદીયા, તથા પો. હેડ કો. નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, રાજૂભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, અરવિંદસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, પો. કો. ભાવેશભાઇ મકવાણા, કૌશીકભાઇ જાષી, ડ્રા. પો. કો. અબ્દુલભાઇ શેખ, તથા વિરપુર પોલીસ સ્ટેશનના પો. સ. ઇ.  સંદિપ રાદડીયા, પો. હે. કો. વિજયભાઇ ગોહેલ, તેમજ વિરપુર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ સાથે જાડાઇ હતી.

 

(12:13 PM IST)