<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મોરબીના રવાપર ગામે આંચકી આવતા ૫ વર્ષના બાળકનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૫: મોરબીના રવાપર ગામે આવેલ હિરલ એપાર્ટમેન્‍ટની ઓરડીમાં રહેતા પરિવારમાં બાળકને આંચકી આવતા સારવાર માટે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું.

મોરબીના રવાપર ગામે હિરલ એપાર્ટમેન્‍ટમાં રહેતા ગોવિદભાઈ ચંદુભાઈ બીસ્‍ટના પાંચ વર્ષના દીકરા રીશ્વંત ને આચંકીની બીમારી હોય જેની સારવાર ચાલી હતી દરમિયાન ગત તા. ૧૧ ના રોજ તેની માતા રહેણાંક મકાને રીશ્વંતને મુકીને કામ કરવા જતા રીશ્વંતને આચકી આવતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો તો વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(2:07 PM IST)