<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ભાડલા ગામે માતાની હત્‍યા કરવા અંગે પકડાયેલ માનસિક અસ્‍થિર પુત્રનો છુટકારો

રાજકોટ,તા. ૧૫: અત્રે માતાના ખુનના આરોપસર જેલ હવાલે રહેલ માનસીક અસ્‍થીર પુત્રનો નીર્દોષ છુટકારો ગત તા. ૧૧/૦૯/૨૦૦૮ ના અરશામા ભાડલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં જશુબેન ભીખાભાઈ સાગઠીયા રસોઈ બનાવતા હતા તે વખતે તેના પુત્ર મહેશ સાગઠીયા અને જેન્‍તી સાગઠીયા નાઓએ જમવાનુ વિલંબીત થતા તેની માતાના માથા ઉપર ઈંટનો ઘા કરી ઈજા કરી મોત નીપજાવતા બંને પુત્રોની ધરપકડ બાદ જેન્‍તીભાઈ સાગઠીયાનુ અવસાન થતા મહેશભાઈ સાગઠીયા વિરૂધ્‍ધ નો કેસ ચાલી જતા રાજકોટના એડી. સેસન્‍સ જજે નિર્દોષ ઠરાવી છોડી મુક્‍તો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો આરોપીઓ (૧) મહેશભાઈ ભીખાભાઈ સાગઠીયા (૨) જેન્‍તીભાઈ ભીખાભાઈ સાગઠીયાનાઓ વિરૂધ્‍ધ ભાડલા પોલીસ સ્‍ટેશનમાં ગુજરનાર ના સગા વિનોદ દેવસીભાઈએ એ મતલબ ની ફરીયાદ આપેલ કે ગુજરનાર જશુબેન ભીખાભાઈ સાગઠીયા બપોર ના અરશામા રસોઈ બનાવતા હતા ત્‍યારે આરોપીઓ બંને તેલીના પુત્રો હોય માનસીક અસ્‍થીર હોય જમવાનુ બનાવવામા વિલંબ થતા ઉશ્‍કેરાય જઈ ઈટ નો છુટો ઘા કરી તેણીના માતાના માથામાં ઈજા કરી ખુન કરવા સબબ તા.૧૨/૦૯/૨૦૦૮ ના બંને આરોપીઓને અટક કરી જેલ હવાલે કરવામા આવેલ જેઓ વિરૂધ્‍ધ તા.૧૭/૧૧/૨૦૦૮ ના ચાર્જસીટ રજુ કરવામા આવેલ હતુ.

ઉપરોકત કેસ તા.૩૦/૦૫/૨૦૧૭ ના ચાલવા પર આવતા ફરીયાદ પક્ષેથી કુલ - ૧૪ સાહેદોનો ઓરલ પુરાવો નોંધી દસ્‍તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને જેલ કસ્‍ટડી દરમીયાન આરોપી જેન્‍તી ભીખાભાઈ સાગઠીયાનુ અવસાન થતા એક આરોપી વિરૂધ્‍ધ કેસ ચલાવવામાં આવેલ આરોપી માનસીક અસ્‍થીર હોય જામનગર માનસીક અસ્‍થીર હોસ્‍પીટલમા સારવાર આપવામાં આવેલ અને કેસ ચલાવવામા રાજકોટ જીલ્લા કાનુની સેવા સતા મંડળ ના સચીવશ્રીએ લીગલ એડ ડીફેન્‍સ કાઉન્‍સીલ સીસ્‍ટમ ના હિતેપ ગોહેલ ને કેસ ચલાવવા નિમણૂક આપતા તેઓએ કેસ રોજેરોજ ચલાવવા માંગણી કરેલ હતી.

ઉપરોક્‍ત કામમા આરોપી વતી જીલ્લા કાનુની સેવા સતા મંડળે નીમેલ લીગલ એઈડ ડીફેન્‍સ કાઉન્‍સીલ હિતેષ જી. ગોહેલે કરેલ. રજુઆતને ધ્‍યાને લઇને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

હિતેષ ગોહેલ

લીગલ એઇડ ડીફેન્‍સ એડવોકેટ

(2:15 PM IST)