<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

લાખાપરના શારદાબેન મકવાણાને વાડીએ હાર્ટએટેક આવી જતાં મોત

રાજકોટ તા. ૧૫: હાર્ટએટેકને કારણે વધુ એક મૃત્યુ થયુ છે. રાજકોટના રાજસમઢીયાળા નજીકના લાખાપર ગામે રહેતાં શારદાબેન રમેશભાઇ મકવાણા (ઉ.વ.૫૦) વાડીએ હતાં ત્યારે ત્યાંના રૃમમાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો.

મૃત્યુ પામનાર શારદાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ હયાત નથી. સવારે તેઓ ઘરેથી વાડીએ ગયા હતા. બાદમાં પુત્ર વાડીએ જતાં માતાને રૃમમાં બેભાન જોતાં તુરત જ રાજકોટ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પણ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.

(3:06 PM IST)