News of Monday, 15th July 2024
ડીમોલીશન કે કોઇપણ સરકારી કામ માટે પોલીસ બંદોબસ્ત જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી ફાળવવામાં આવે છે અને આવતો રહેશેઃ ગિર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા

રાજકોટ : ગિર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવની કાર્યવાહી દરમ્યાન કોડીનારમાં થયેલ માથાકુટ બાબતે એવા અહેવાલો ફરતા થયા હતા કે હવેથી દબાણ હટાવ માટે પોલીસ બંદોબસ્ત નહી ફાળવે. આ અહેવાલનો રદ્્ીયો આપતા ગિર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ અકિલાને જણાવ્યું હતું કે આ સમાચાર પાયા-વિહોણા છે. દબાણ હટાવની કામગીરી હોય કે કોઇપણ સરકારી વિભાગની કામગીરી માટે જયારે - જયારે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવે ત્યારે જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી ફાળવવામાં આવે છે અને નિયમાનુસાર ફાળવાતો જ રહેશે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
