<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

વિસાવદરમાં સાંજથી સતત વરસાદ ચાલુ : બે ઈંચ ખાબકયો : મોસમનો કુલ વરસાદ ૩૩ ઈંચ..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરમાં આજે સોમવાર સાંજથી સતત વરસાદ ચાલુ છે. સાંજે ૬થી ૧૦ દરમિયાન ૨ ઈંચ વરસાદ ખાબકયો છે. મોસમનો કુલ વરસાદ ૩૩ ઈંચ નોંધાયો છે.
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર સાંજે ૬થી ૮ દરમિયાન ૨૨ મી.મી.તથા સાંજે ૮થી ૧૦ દરમિયાન ૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ ૮૩૦ નોંધાયો છે. રાત્રે ૧૦:૪૫ કલાકે સતત વરસાદ ચાલુ છે.

(11:06 PM IST)