News of Tuesday, 16th July 2024
મોરબીના જાંબુડિયા ગામથી પાનેલી ગામ જવાનો માર્ગ ખુલ્લો કરવા કલેકટરને રજૂઆત.
વરસાદી પાણી જાંબુડિયા ગામના ખેતરોમાં ઘુસી જવાનો ભય: કુદરતી વહેણને વોકળામાં ખુલ્લા કરીને તે પાણી જે રીતે જતું હતું તે રીતે જાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના જાંબુડિયા ગામથી પાનેલી જવાનો માર્ગ જીઆઈડીસી દ્વારા બંધ કરવામાં આવ્યો હોય જેથી વરસાદી પાણી જાંબુડિયા ગામના ખેતરોમાં ઘુસી જવાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે જે મામલે ગ્રામ પંચાયતે રજૂઆત કરી છે
જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે જાંબુડિયા ગામથી પાનેલી જતા જાહેર માર્ગ પાનેલી સર્વે નં ૧૪૦ પૈકી માંથી જતા માર્ગ GIDC દ્વારા બંધ કરવામાં આવ્યો છે તે માર્ગ ખુલ્લો કરવા ગ્રામજનોની માંગણી છે તેમજ જાંબુડિયા સર્વે નં ૧૪૬ તે વિસ્તારનું પાણી જે પાનેલી તળાવમાં જતું હતું તે પાણીના વોકળા બંધ કરીને બધું પાણી જાંબુડિયાના ખેતરોમાં ઘુસી જાય તેવી દહેશત વ્યક્ત કરવામાં અવિચે જેથી કુદરતી વહેણને વોકળામાં ખુલ્લા કરીને તે પાણી જે રીતે જતું હતું તે રીતે જાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
