<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th July 2024

મોરબીના ફિદાઈ પાર્ક સહિત સોસાયટીમાં પાણીના ધાંધિયા, મહિલાઓના પાલિકાએ ધામા.

સોસાયટીની મહિલાઓએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના છેવાડે આવેલ ફિદાઈ પાર્ક સહિતની આસપાસની સોસાયટીમાં પીવાના પાણીના ધાંધિયા હોય અને પાણી વિતરણ અનિયમિત થતું હોવાથી કંટાળી ગયેલી મહિલાઓએ આજે પાલિકા કચેરીએ હંગામો કર્યો હતો અને તંત્રને આકરા શબ્દોમાં રજૂઆત કરવામા આવી હતી.

  મોરબીના લાયન્સનગર, ફિદાઈ પાર્ક સહિતની સોસાયટીની મહિલાઓએ પાલિકા કચેરીએ જઈને આજે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત રહે છે અને સ્થાનિકોને પાણી વિતરણની અનિયમિતતાથી હેરાન થવું પડે છે જેથી ચીફ ઓફિસરને વિસ્તારની મુલાકાત લેવા અને પાણીનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી


 

(1:04 AM IST)