News of Tuesday, 16th July 2024
મોરબીના ધારાસભ્ય સોશ્યલ મીડિયા મારફત પ્રજાને ગુમરાહ કરે છે : કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં કોઈ પણ સમય્સા સમયે ધારાસભ્ય સોશ્યલ મીડિયા મારફત સંદેશ આપતા હોય છે ત્યારે ધારાસભ્ય સોશ્યલ મીડિયા મારફત પ્રજાને ગુમરાહ કરતા હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે
કોંગ્રેસ આગેવાનોએ ધારાસભ્ય પર આક્ષેપોનો મારો ચલાવતા જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા માં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને મોરબીના ધારાસભ્ય બેક સીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ત્યારે મોરબી શહેરને નર્કાગાર માં ફેરવી નાખેલ છે ત્યારે અવાર નવાર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં વારંવાર વિડિયો જાહેર કરી લોકોને ગુમરાહ કરે છે પાછા જે લોકો મોરબીની સ્થિતિની સાચી રજૂઆત કરે છે એને રત્ન દુઃખિયા કહી ઉતારી પાડતા ઘારસભ્યમાં થોડી પણ શરમ હોયતો લોકોની સમસ્યા ઉકેલવા અને સમસ્યાને સાંભળવા પ્રજા વચ્ચે જાય તો એને ખ્યાલ આવે કે તમારા રાજ માં પ્રજા કેટલી પરેશાન છે
મોરબીમાં જે રોડ રસ્તા બને છે તે નબળી ગુણવતાના બને છે રોડ રસ્તા ખોદિ કામ ધીમી ગતિએ ચાલે છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સમય મર્યાદામાં કોઈ કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી મોરબી શહેરની મોટા ભાગની ભૂગર્ભ ગટરની કુંડી તૂટી ગયેલ છે જેના કારણે મોરબી શહેરમાં ચારે બાજુ ગટર ઉભરાય છે પહેલા આ તૂટી ગયેલ કુંડી તાત્કાલિક રિપેર કરવી જરૂરી છે પ્રજાને જરૂરી પ્રાથમિક સુવિધા આપવામાં મોરબીના ધારાસભ્ય અને નગરપાલિકાના વહીવટદાર નિષ્ફળ ગયેલ છે તેમ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજ્યગુરુ, રમેશભાઈ રબારીએ આક્ષેપો કર્યા છે
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
