તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
મેઘકૃપાથી સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર આનંદ - ઉલ્લાસ
અનેક વિસ્તારોમાં રાત્રીના પણ વરસ્યો : સાર્વત્રિક વરસાદના રાઉન્ડથી પાકને ફાયદો

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થતાં સર્વત્ર આનંદ - ઉલ્લાસ છવાયા છે. આજે સવારથી ધુપછાંવ યથાવત છે.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : રાજકોટ જિલ્લાના વિંછીયામાં ગત સાંજનાᅠ છ વાગ્યે એકાએક સખત ગરમી અને ઉકળાટ બાદ વીજળીના ડરામણા -કડાકા ભડાકા સાથે મોસમનો પ્રથમ ધોધમાર દે ધનાધન ..બે કલાકમાં.. ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા વિંછીયા માંᅠ અણીના સમયે ખરેખર જરૂરતના સમયે.. મેઘમહારાજા પધારતા જાણે પ્રભુ પધાર્યા હોય તેમ વરસાદની એન્ટ્રી થતાં ધરતી પુત્રો સહિતᅠવીંછીયાવાસીઓના હૈ ‘ટાઢક' થઈ છે. તેમ વિંછીયાથી પિન્ટુ શાહ જણાવે છે. આ સાથે વિંછીયા તાલુકાના ગામડાઓમાં પણ સારા મંગલકારી વરસાદના વાવડ છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી હળવા ભારે ઝાપટા પડ્યા હતા રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા ત્યારે ખેડૂતોને નદી નાળા છલકાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ૧ ઈચ ધોધમાર વરસાદ પડતા અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણ માં પલટો આવ્યો અને વરસાદ શરૂ થતાં ગરમી થી મળી રાહત ધોરાજીના ભોળા ભોલ ગામડા છાડવાવદર છત્રાસા સહિતના ગામોમાં વરસાદ મોહરમ માસ નિયમિત યોજાયેલ તાજીયા જુલૂસ સમયે અચાનક વરસાદ વરસતા વરસાદ તહેવારમાં વિઘ્ન રૂપી બન્યો હતો.
ગોંડલ
ગોંડલમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હતો. ગોંડલ તાલુકાના ચોરડી ગામે ધોધમાર વરસાદ પડયો હતો.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
