<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ભાવનગરમાં સાડા પાંચ લાખનો દારૂ ઝડપાયો

(વિપુલ હિરાણી  દ્વારા) ભાવનગર, તા.,૧૭: એલ.સી.બી. પોલીસ સ્‍ટાફ ભાવનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્‍યાન પો.હેડ કોન્‍સ. અશોકભાઇ ડાભી તથા પો.કો. મહેન્‍દ્દસિંહ સરવૈયાને બાતમી મળેલ કે, ગોવીંદભાઇ રામજીભાઇ મકવાણા તથા ચેતન ઉર્ફે કપીલ હિંમતભાઇ સોલંકી રહે.બંને ગોરખી તા.તળાજાવાળા ગોવીંદભાઇની હ્યુંડાઇ વેન્‍યુ કાર રજી.નં.GJ-04-DN-5874માં બીયર ભરીને નેસવડથી દિહોર તરફ આવે છે .જે બાતમી આધારે દિહોર ગામના બસ સ્‍ટેન્‍ડ પાસે વોચમાં રહેતાં  આ બંને શખ્‍સો બીયરના જથ્‍થા સાથે ઝડપાયા હતા.

પોલીસે આ બંને શખ્‍સો  પાસેથી સીલપેક બીયર ટીન નંગ-૪૧૪ કિ.રૂ.૪૧,૪૦૦ તથા હ્યુંડાઇ કંપનીની વેન્‍યુ કાર રજી નંબર-GJ-04-DN-5874 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૪૧,૪૦૦/-નો મુદામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.

દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ.  એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્‍સ. એસ.વાય.ઝાલા, પી.બી.જેબલીયા,  વી.વી.ધ્રાંગુ તથા સ્‍ટાફના અનિરૂધ્‍ધસિંહ ગોહિલ, અશોકભાઇ ડાભી, મહેન્‍દ્દસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, એજાજખાન પઠાણ જોડાયા હતા.

(11:12 AM IST)